KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો. જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ 28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધા
Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.
Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા. તારીખ ૧૩-૦૩-૨ ૦૨૪નાં દિને બીજા સેશન દરમ્યાન ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રથમ બી.એલ.ઓ. દ્વારા બુથની માહિતી લેવામાં આવી. ત્યાર બાદ ધોરણ -૭ નાં વર્ગખંડમાં દાખલ થઈ શિક્ષકની ખુરશી પર બેસતા પહેલાં બાળકો પાસે બેસવા અંગે પૂછવામાં આવતાં બાળકો નવાઈ પામ્યા હતા. એક અધિકારી શિક્ષકની ખુરશી પર બેસવા અંગે મંજૂરી માંગે અને તે પણ બાળકો પાસે એ બાળકો માટે નવાઈની વાત કહેવાય. જે તેમણે નમ્રતાનાં ગુણનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું. સાહેબે વર્ગમાં અધિકારી તરીકે નહિ પરંતુ શિક્ષકની જેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.વાતચીત દરમ્યાન બાળકો પણ જાણે શિક્ષક સાથે જ વાતચીત કરતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જે આજના વર્તમાન સમયમાં જવલ્લે જોવા મળે છે. બાળકો દ્વારા અંગ્રેજીમાં અભિવાદન કર્યા બાદ સાહેબે માતૃભાષામાં અભિવાદન કરી માતૃભાષાના ગૌરવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યાર બાદ