Skip to main content

Posts

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ બજાવી ...

શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા

   શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા 

Mangrol|Surat: માંગરોળ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌધરી અને મહામંત્રીપદે અજીતસિંહ પુનાડાની વરણી

 Mangrol|Surat: માંગરોળ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌધરી અને મહામંત્રીપદે અજીતસિંહ પુનાડાની વરણી

ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

   ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા અખિલ ભારતીય શિક્ષા સમાગમ ૨૦૨૪ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ (ટીએલએમ) અને પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન (એફએલએન) દિવસની ઉજવણી શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સૌપ્રથમ ટીએલએમનું મહત્વ, જરૂરી સામગ્રી આપવામાં આવી હતી. બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ની ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી. જયારે એફએલએનમાં શિક્ષકોએ બાયસેગના માધ્યમથી કાર્યક્રમ નિહાળી બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ, આત્મવિશ્વાસ શીખવાની ક્ષમતા જેવા હેતુઓમાં પ્રગતિ થાય એ સાર્થક કરવા બાળકોને શાળા પરિવાર વતી શિક્ષકો પ્રિયંકા દેસાઈ અને શીતલબેન પટેલે સમજ આપી હતી.

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

 Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ...

છોટાઉદેપુર:વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી

 છોટાઉદેપુર:વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વાદે મીઠા દાડમની બજારમાં માંગ વધતા ખેડૂતનું ઉત્સાહવર્ધન બોડેલી તાલુકાના વાલપરી ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા જીતેન્દ્રભાઈ રાઠવાએ પોતાના પાંચ વિઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યાં છે. તેઓએ સિંદુરી દાડમના ટીસ્યુ કલ્ચરના ૧૦૦૦ પ્લાન્ટ લગાવ્યા છે. જેમાં તેઓએ છોડના મૂળમાં ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા જીવામૃત, રક્ષામૃત નિયમિત આપી પ્રાકૃતિક રીતે ઉછેર કરી રહ્યાં છે. વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી --- પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વાદે મીઠા દાડમની બજારમાં... Posted by  Info Chhotaudepur GoG  on  Friday, July 12, 2024

ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો. વંકાલ ગામના મોખા ફળીયાના રમેશભાઈ પટેલ કે જેઓ ચેપાના હુલામણા નામથી ઓળખાય છે. તેઓએ શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત ધોલાઈથી કર્યા બાદ 2000ના વર્ષમાં ધેકટી બદલી થતા 37 વર્ષની લાંબી ફરજ બાદ સેવા નિવૃત થતા તેમનો વિદાય સન્માન સમારોહ જીતુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંઘના પ્રમુખ દિલીપભાઈ ટીપીઈઓ વિજયભાઈ તાલુકા સંઘના પ્રમુખ હિતેશભાઈ સરપંચ સુનિલભાઈ પૂર્વ સરપંચ અમ્રતભાઈ, મુકેશભાઈ, ઝવેરભાઈ પટેલ 'પૂર્વ ડેપ્યુટી સરપંચ પ્રેગ્નેશ એસએમસી અધ્યક્ષ નવનીતભાઈ સહિતનાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ મણીભાઈએ જણાવ્યું હતું કે, રમેશભાઈ શાળામાં બાળકોના શિક્ષણ પ્રયત્ન શીલ રહે શિક્ષકોના સંગઠનને પણ મજબૂત કરવા અગ્રેસર રહ્યા છે. ધીરૂભાઈ સહિતના મહાનુભવોએ રમેશભાઈનું સન્માન કરી તેમના તંદુરસ્તી મય દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.  પોતાના પ્રતિભાવમાં રમેશભાઈએ જણાવ્યું હતું કે, ધેકટી પ્રાથમિક શાળામાં ચોવીસ વર્ષની ફરજ દરમ્યાન ગામ લોકોનો ખૂબ સહકાર મળ્યો છે. ગામના...

Navsari: Jamalpor primary school latest educational news

   Navsari: Jamalpor primary school latest educational news Late post.જમાલપોર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી. આ ચૂંટણીની એક ઝલક dt -29/06/24 Posted by  Jamalpore Primary School  on  Saturday, July 6, 2024 જમાલપોર પ્રાથમિક શાળામાં આજરોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.... Posted by  Jamalpore Primary School  on  Saturday, July 6, 2024 જમાલપોર પ્રાથમિક શાળામાં આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 ઉજવાયો. મુખ્ય મહેમાન તરીકે નાયબ ડીડીઓ શ્રી... Posted by  Jamalpore Primary School  on  Thursday, June 27, 2024 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 Posted by  Jamalpore Primary School  on  Thursday, June 27, 2024