ગુજરાત સારસ્વત સન્માન–2026માં નાની ઢોલડુંગરીના શાળાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું ગૌરવપૂર્ણ સન્માન. ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર તથા નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન – 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધરમપુર તાલુકાની નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. વિરેન્દ્ર ગરાસિયા શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી. પદવી પણ ધરાવે છે અને શિક્ષણની સાથે- સાથે સામાજિક ઉત્થાન માટે પણ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ કાકડવેરી તથા નાની ઢોલડુંગરી ખાતે **“સાકાર વાંચન કુટિર લાઇબ્રેરી”**નું સંચાલન કરે છે, જ્યાંથી કાકડવેરી લાઇબ્રેરીમાંથી ૧૧ તથા નાની ઢોલડુંગરીમાંથી ૧૧ વિદ્યાર્થીઓ સરકારી નોકરી પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રેમ્બો વોરિયર્સ ના સક્રિય સભ્ય પણ હોય વર્ષમાં ત્રણ થી ચાર બ્લડ ડોનેશન કેમ્પોનું અવાર નવાર આયોજન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા રહે છે. તેમની...
KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો. જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ 28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળ...