ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025 ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ...
ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.
ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.
ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી શાળા તા.ધરમપુર જી.વલસાડમાં ધોરણ 6 થી 8 માં શિક્ષણ કાર્ય શિક્ષકશ્રી ડૉ.વિરેન્દ્રભાઈ પટેલે તેમનાં જન્મદિવસે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપને રોકડ રકમ દ્વારા મદદ કરવામાં આવી.
તેમના દ્વારા ધરમપુર,ખેરગામ, અને ચીખલી તાલુકામાં નવ જેટલી લાયબ્રેરી શરૂ કરવામાં આવેલ છે..જેમાં સ્પર્ધાત્મક પુસ્તકો ઉપલબ્ધ કરાવેલ છે અને તેમના દ્વારા 37 જેટલાં રકતદાન કેમ્પ કરવામાં આવેલ છે.
ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા ગરીબ વિદ્યાર્થી મિત્રો માટે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવનાર મીનેશભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Comments
Post a Comment