ગુજરાત સારસ્વત સન્માન–2026માં નાની ઢોલડુંગરીના શાળાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું ગૌરવપૂર્ણ સન્માન. ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર તથા નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન – 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધરમપુર તાલુકાની નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. વિરેન્દ્ર ગરાસિયા શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી. પદવી પણ ધરાવે છે અને શિક્ષણની સાથે- સાથે સામાજિક ઉત્થાન માટે પણ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ કાકડવેરી તથા નાની ઢોલડુંગરી ખાતે **“સાકાર વાંચન કુટિર લાઇબ્રેરી”**નું સંચાલન કરે છે, જ્યાંથી કાકડવેરી લાઇબ્રેરીમાંથી ૧૧ તથા નાની ઢોલડુંગરીમાંથી ૧૧ વિદ્યાર્થીઓ સરકારી નોકરી પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રેમ્બો વોરિયર્સ ના સક્રિય સભ્ય પણ હોય વર્ષમાં ત્રણ થી ચાર બ્લડ ડોનેશન કેમ્પોનું અવાર નવાર આયોજન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા રહે છે. તેમની...
Valsad news: ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછા મતદાનવાળા મતદાન મથક વાપી -4 અને વાપી -6 પર લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
Valsad news: ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછા મતદાનવાળા મતદાન મથક વાપી -4 અને વાપી -6 પર લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત જ્યાં 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-4 અને વાપી-૬ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે 8-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રા શાળામાં લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



Comments
Post a Comment