Skip to main content

Posts

Showing posts from June, 2024

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ બજાવી ...

Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો.

  Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો. તારીખ:- 20/6/2024 ગુરુવારના રોજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી. કિશોરભાઈ મંગાભાઈ આહીર નો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી વિશાલસિંહ રાઠોડ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,નવસારી) ,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સભ્ય, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ, મહામંત્રી, બી.આર.સી.કો.,સી.આર.સી.કો.બીટ નિરીક્ષકશ્રી,ગામના ઉપસરપંચશ્રી,એમના પરિવારજનો, .એમ.સી. સભ્યો, ગામના તેમજ અન્ય આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને બાળકોની હાજરીમાં યોજવામાં આવ્યો.       એમણે તા: -20/ 6 /2000 થી અત્રેની શાળામાં શિક્ષણની સેવામાં જીવન સમર્પિત કરેલ છે. સમગ્ર કાર્યકાળમાં સૌ સાથે સુમેળભર્યા આત્મીયતાના વ્યવહારો હંમેશા યાદ રહેશે.      આપનું નિવૃત્તિ પછીનું શેષ જીવન પરિવાર સાથે આનંદથી પસાર થાય. આપ દીર્ધાયુષી અને સ્વાસ્થય સભર જીવન વ્યતીત કરો એવી સૌની શુભેચ્છાઓ..

સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય.

 સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય. તારીખ : 16-06-2024નાં દિને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય આપવામાં આવી હતી  ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના દુકાન ફળિયામાં રહેતી પ્રિયંકાબેન જેરામભાઈ પટેલ આણંદની વિદ્યાનગર સરદાર પટેલ કોલેજમાં એમ. એ.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તે (પ્રજ્ઞાચક્ષુ)  બંને આંખે જોઈ શકતા નથી . છતાં પણ અભ્યાસ પ્રત્યેની તેમની રુચિ અને હિંમતને સલામ ભરવાનું મન થાય. તે ભણતરની સાથે સંગીતના ક્લાસિસ પણ કરે છે. તેમના  માતા હયાત નથી, પિતા મજૂરી કામ કરી દીકરીને ભણાવે છે. સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા દીકરીને 15,000/- ની આર્થિક સહાય આપવામાં આવી.   પ્રિયંકા પટેલની માહિતી સંક્લ્પ એજયુકેશન ગૃપ સુધી વલસાડ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા વૈભવ પટેલે પહોંચાડી હતી.  સંકલ્પ એજ્યુકેશન ગૃપનાં  સભ્યો તથા ખેરગામ તાલુકાનાં સેવાભાવી અગ્રણીઓ વૈભવ પટેલ (નારણપોર ખેરગામ), દિનેશભાઈ પટેલ, (નિવૃત્ત નિયામક, ગ્રંથપાલ), શૈલેષભાઈ પટેલ (વેણ ફળિયા, ખેરગામ), વિજયભાઈ પટેલ,સોશ...

ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી અપનાવી ગાંધીનગર જિલ્લાના નિવૃત્ત શિક્ષક અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ...

 ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી અપનાવી ગાંધીનગર જિલ્લાના નિવૃત્ત શિક્ષક અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ... જાખોરા ગામના શીવાભાઈ પટેલ લાલ ચંદન, કઠોળ, શાકભાજીની સાથે અન્ય પાકોનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યાં છે...  હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો  નથી. માત્ર ગાયનું છાણ, લીમડા અને આકડાના અર્કનો ઉપયોગ કરી સારું ઉત્પાદન મેળવી રહ્યો છું : શીવાભાઈ પટેલ

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

   Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો ક...

ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત (3.0) વડાપ્રધાન બનવા પર હાર્દિક શુભકામનાઓ.

      ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત (3.0)  વડાપ્રધાન બનવા પર હાર્દિક શુભકામનાઓ.

Navsari,gandevi,bilimora,Jalalpor,chikhli, khergam,vansda, Ahwa, dang, Saputara, vaghai,subir,valsad, pardi, vapi, Umargam,dharampur,kaparada, latest educational, sports and social welfare news

                Navsari,gandevi,bilimora,Jalalpor,chikhli, khergam,vansda, Ahwa, dang, Saputara, vaghai,subir,valsad, pardi, vapi, Umargam,dharampur,kaparada, latest educational, sports and social welfare news  Divya Bhaskar news, sandesh news, Gujarat Mitra news, Gujarat Gardian,Daman Ganga news, Gujarat Samachar news,