ગુજરાત સારસ્વત સન્માન–2026માં નાની ઢોલડુંગરીના શાળાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું ગૌરવપૂર્ણ સન્માન. ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર તથા નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન – 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધરમપુર તાલુકાની નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. વિરેન્દ્ર ગરાસિયા શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી. પદવી પણ ધરાવે છે અને શિક્ષણની સાથે- સાથે સામાજિક ઉત્થાન માટે પણ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ કાકડવેરી તથા નાની ઢોલડુંગરી ખાતે **“સાકાર વાંચન કુટિર લાઇબ્રેરી”**નું સંચાલન કરે છે, જ્યાંથી કાકડવેરી લાઇબ્રેરીમાંથી ૧૧ તથા નાની ઢોલડુંગરીમાંથી ૧૧ વિદ્યાર્થીઓ સરકારી નોકરી પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રેમ્બો વોરિયર્સ ના સક્રિય સભ્ય પણ હોય વર્ષમાં ત્રણ થી ચાર બ્લડ ડોનેશન કેમ્પોનું અવાર નવાર આયોજન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા રહે છે. તેમની...
માંડવી : માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકાનો વય નિવૃત્તિ કાર્યક્રમ
Post credit: દિવ્ય ભાસ્કર ન્યૂઝમાંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બબિતાબેન ગુમાન ભાઈ ચૌધરી મૂળ વતન વદેશિયાના જ રહેવાસી ગામની શિક્ષણની સેવા આપી તેમનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયતના સભ્યો, એસ એમ સી સભ્યો, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ તાલુકાના શિક્ષકો, શિક્ષક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વદેશિયા ગામમાં આવેલી લાઈબ્રેરીને પુસ્તકો તેમજ કબાટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા તેમજ શાળાની અદ્યતન સુવિધા માટે ટીવી ભેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્મૃતિ સ્વરૂપે અરવિંદભાઈ ચૌધરી લેખિત ચૌધરી સમાજનું પુસ્તક પણ ભેટ સ્વરૂપે આપ્યું હતું નિવૃત્તિ બાદ જીવન ખુબ તદુંરસ્ત વિતાવે તેવી સૌએ શુભકામનાઓ પાઠવી હતી.

Comments
Post a Comment