ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025 ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ...
Dharampur:ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.
ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી સરસ્વતીબેન ગુલાબસિંહ પઢિયાર, તેમના કાર્યકાળની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી નિવૃત્ત થતા, નિવૃત્તિ સન્માન સમારોહમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહી નિવૃત્ત જીવન સ્વસ્થતા તથા સુખથી વ્યતીત કરે તેવી શુભકામનાઓ પાઠવી.
ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી સરસ્વતીબેન ગુલાબસિંહ પઢિયાર, તેમના કાર્યકાળની ફરજ નિષ્ઠાપૂર્વક...
Posted by Mla Arvind Patel on Saturday, July 6, 2024

Comments
Post a Comment