Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

ખેરગામ |તારીખ :30-11-2024

શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા.

શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.

 અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. 

તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી. 

ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ બજાવી છેલ્લા 2 વર્ષ બાકી હોય સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આમ, તેમણે કુલ  34 વર્ષ ફરજ બજાવી. જે તેમના શારીરિક સમસ્યાને ધ્યાને લઈ શાળાનાં બાળકોના હિતમાં નિર્ણય લીધો હતો. આ શાળામાં તેમણે 24 વર્ષમાં 1 દિવસ બાદ કરતાં તેઓ 9:30 કલાકે અચૂક શાળામાં પહોંચી જતા હતા. અને સાંજે 5:30 કલાક પછી જ શાળામાંથી નીકળતા, એ  તેમનો નિત્ય ક્રમ બની ગયો હતો. કેજ્યુઅલ રજા તેમણે અશુભ પ્રસંગો સિવાય અને માંદગી સિવાય ભોગવી નથી. વેકેશન અને રજાના દિવસોમાં હોસ્ટેલમાં રહેતા બાળકોના વાલી મુલાકાત લેતા. 

ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળામાં 90 ટકા બાળકો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે જે ડાંગ ધરમપુર અને કપરાડા વિસ્તારના આદિવાસી બાળકો. જ્યારે ગામનાં ફક્ત 10 ટકા આદિવાસી બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. જેથી આ શાળાનાં આચાર્યની જવાબદારી બીજી શાળાનાં આચાર્ય કરતા વિશેષ નિભાવવી પડે છે.જેમાં શ્રી અરવિંદભાઈ ગરાસિયા સફળ રહ્યા. ભલે તેમને એવોર્ડ મળ્યો ન હોય પરંતુ તેમનું સ્થાન ગરીબ આદિવાસી બાળકો અને તેમના વાલીઓના દિલમાં કાયમ માટે સ્થાન મેળવ્યું છે.તેમજ ગામનાં લોકોમાં અને શિક્ષકોમાં પણ તેમની છાપ એક આદર્શ શિક્ષક તરીકેની રહી છે. 

તેઓ આ  વિસ્તારના સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાચા સેવક તરીકે સેવા આપે છે. તેમનામાં ના કોઈ દંભ, દેખાવડો કે ન મોટાઈ મારવના ગુણ. ફક્ત ને ફક્ત સેવા કરવી એ તેમનો જીવન મંત્ર હતો, પછી તે શિક્ષણ, સામજિક, ધાર્મિક કે માનવસેવા રૂપે હોય તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવી છે ને નિભાવતા રહેશે.


શાળાના મુખ્ય શિક્ષક તરીકે મિશન ફળિયા પ્રાથમિક શાળામાં તેમની ફરજનું નિભાવવું માત્ર એક જવાબદારી નહિ, પરંતુ જીવનધર્મ બની ગયો. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓએ ઇનોવેટિવ અભિગમ અપનાવ્યો. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામીણ સમાજ સાથે ઊંડો નાતો બાંધીને શાળાના વિકાસ માટેના પ્રયત્નો કરી શાળાને નવી ઊંચાઈઓએ પહોંચાડી.

નિવૃત્તિએ એક અંત નથી, તે નવી શરૂઆત છે. શ્રી ગરાસિયા હવે સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં વધુ સમર્પિત રહી માનવતાના મહેકને પ્રસરાવશે. તેમનું જીવન એક પથદર્શક બની રહ્યું છે.

આ વિદાય સન્માન સમારોહમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ઈનચાર્જ ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી. આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ચીખલી/ખેરગામ ટીચર સોસાયટીના ઉપ પ્રમુખશ્રી મનોજભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ શિક્ષક સંઘના પ્રમુખશ્રી ફતેસિંહ સોલંકી, નિવૃત કેન્દ્ર શિક્ષક તથા ખેરગામ જનતા કેળવણી કેળવણી મંડળના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ પટેલ, નિવૃત શિક્ષકોમાં ઉદયસિંહ સોલંકી, ઉપેન્દ્રભાઈ વણકર, સુમનભાઈ પટેલ તથા સુશીલાબેન પટેલ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગામનાં અગ્રણી આગેવાનો, કુટુંબીજનો, મિત્રમંડળ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તંદુરસ્તમય જીવન માટેની શુભકામનાઓ પાઠવી હતી.

શુભકામનાઓ

પરમકૃપાળુ પરમાત્મા તેમને સુખમય અને તંદુરસ્ત જીવન આપી વધુ શ્રેષ્ઠ કાર્યો માટે પ્રેરણા આપે.

Comments

Popular posts from this blog

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

                                     આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્ર...

Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

   Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો. વંકાલ ગામના મોખા ફળીયાના રમેશભાઈ પટેલ કે જેઓ ચેપાના હુલામણા નામથી ઓળખાય છે. તેઓએ શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત ધોલાઈથી કર્યા બાદ 2000ના વર્ષમાં ધેકટી બદલી થતા 37 વર્ષની લાંબી ફરજ બાદ સેવા નિવૃત થતા તેમનો વિદાય સન્માન સમારોહ જીતુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંઘના પ્રમુખ દિલીપભાઈ ટીપીઈઓ વિજયભાઈ તાલુકા સંઘના પ્રમુખ હિતેશભાઈ સરપંચ સુનિલભાઈ પૂર્વ સરપંચ અમ્રતભાઈ, મુકેશભાઈ, ઝવેરભાઈ પટેલ 'પૂર્વ ડેપ્યુટી સરપંચ પ્રેગ્નેશ એસએમસી અધ્યક્ષ નવનીતભાઈ સહિતનાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ મણીભાઈએ જણાવ્યું હતું કે, રમેશભાઈ શાળામાં બાળકોના શિક્ષણ પ્રયત્ન શીલ રહે શિક્ષકોના સંગઠનને પણ મજબૂત કરવા અગ્રેસર રહ્યા છે. ધીરૂભાઈ સહિતના મહાનુભવોએ રમેશભાઈનું સન્માન કરી તેમના તંદુરસ્તી મય દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.  પોતાના પ્રતિભાવમાં રમેશભાઈએ જણાવ્યું હતું કે, ધેકટી પ્રાથમિક શાળામાં ચોવીસ વર્ષની ફરજ દરમ્યાન ગામ લોકોનો ખૂબ સહકાર મળ્યો છે. ગામના...