Skip to main content

Posts

Showing posts from July, 2024

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા

   શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા 

Mangrol|Surat: માંગરોળ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌધરી અને મહામંત્રીપદે અજીતસિંહ પુનાડાની વરણી

 Mangrol|Surat: માંગરોળ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્ર ચૌધરી અને મહામંત્રીપદે અજીતસિંહ પુનાડાની વરણી

ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

   ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા અખિલ ભારતીય શિક્ષા સમાગમ ૨૦૨૪ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ (ટીએલએમ) અને પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન (એફએલએન) દિવસની ઉજવણી શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સૌપ્રથમ ટીએલએમનું મહત્વ, જરૂરી સામગ્રી આપવામાં આવી હતી. બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ની ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી. જયારે એફએલએનમાં શિક્ષકોએ બાયસેગના માધ્યમથી કાર્યક્રમ નિહાળી બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ, આત્મવિશ્વાસ શીખવાની ક્ષમતા જેવા હેતુઓમાં પ્રગતિ થાય એ સાર્થક કરવા બાળકોને શાળા પરિવાર વતી શિક્ષકો પ્રિયંકા દેસાઈ અને શીતલબેન પટેલે સમજ આપી હતી.

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

 Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્ર

છોટાઉદેપુર:વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી

 છોટાઉદેપુર:વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વાદે મીઠા દાડમની બજારમાં માંગ વધતા ખેડૂતનું ઉત્સાહવર્ધન બોડેલી તાલુકાના વાલપરી ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા જીતેન્દ્રભાઈ રાઠવાએ પોતાના પાંચ વિઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યાં છે. તેઓએ સિંદુરી દાડમના ટીસ્યુ કલ્ચરના ૧૦૦૦ પ્લાન્ટ લગાવ્યા છે. જેમાં તેઓએ છોડના મૂળમાં ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા જીવામૃત, રક્ષામૃત નિયમિત આપી પ્રાકૃતિક રીતે ઉછેર કરી રહ્યાં છે. વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી --- પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વાદે મીઠા દાડમની બજારમાં... Posted by  Info Chhotaudepur GoG  on  Friday, July 12, 2024

ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો. વંકાલ ગામના મોખા ફળીયાના રમેશભાઈ પટેલ કે જેઓ ચેપાના હુલામણા નામથી ઓળખાય છે. તેઓએ શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત ધોલાઈથી કર્યા બાદ 2000ના વર્ષમાં ધેકટી બદલી થતા 37 વર્ષની લાંબી ફરજ બાદ સેવા નિવૃત થતા તેમનો વિદાય સન્માન સમારોહ જીતુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંઘના પ્રમુખ દિલીપભાઈ ટીપીઈઓ વિજયભાઈ તાલુકા સંઘના પ્રમુખ હિતેશભાઈ સરપંચ સુનિલભાઈ પૂર્વ સરપંચ અમ્રતભાઈ, મુકેશભાઈ, ઝવેરભાઈ પટેલ 'પૂર્વ ડેપ્યુટી સરપંચ પ્રેગ્નેશ એસએમસી અધ્યક્ષ નવનીતભાઈ સહિતનાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ મણીભાઈએ જણાવ્યું હતું કે, રમેશભાઈ શાળામાં બાળકોના શિક્ષણ પ્રયત્ન શીલ રહે શિક્ષકોના સંગઠનને પણ મજબૂત કરવા અગ્રેસર રહ્યા છે. ધીરૂભાઈ સહિતના મહાનુભવોએ રમેશભાઈનું સન્માન કરી તેમના તંદુરસ્તી મય દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.  પોતાના પ્રતિભાવમાં રમેશભાઈએ જણાવ્યું હતું કે, ધેકટી પ્રાથમિક શાળામાં ચોવીસ વર્ષની ફરજ દરમ્યાન ગામ લોકોનો ખૂબ સહકાર મળ્યો છે. ગામના

Navsari: Jamalpor primary school latest educational news

   Navsari: Jamalpor primary school latest educational news Late post.જમાલપોર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી. આ ચૂંટણીની એક ઝલક dt -29/06/24 Posted by  Jamalpore Primary School  on  Saturday, July 6, 2024 જમાલપોર પ્રાથમિક શાળામાં આજરોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.... Posted by  Jamalpore Primary School  on  Saturday, July 6, 2024 જમાલપોર પ્રાથમિક શાળામાં આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 ઉજવાયો. મુખ્ય મહેમાન તરીકે નાયબ ડીડીઓ શ્રી... Posted by  Jamalpore Primary School  on  Thursday, June 27, 2024 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 Posted by  Jamalpore Primary School  on  Thursday, June 27, 2024

ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ. શૈક્ષણિક વર્ષ 2024 25 અંતર્ગત ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં તા 06.07.2024ના શનિવારના રોજ બાળ સંસદનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃત્તિને મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે તે છે અને પોતાની શાળા વિશે સજાગ બને તેમ જ શાળામાં શિક્ષકોને મદદરૂપ બને તે માટેનો હોય છે ,સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિ શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવે છે.આ માટે શાળામાં પ્રથમ તો હેતલબહેન દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી તે મુજબ જાહેરનામું ઉમેદવારનું ફોર્મ ભરવાની પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી.બાળ સંસદની ચૂંટણીમાં ધોરણ  5 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્કૂલ 10 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. દરેક ઉમેદવારને પ્રાર્થના સભામાં ચૂંટણી પ્રચાર કર્યો વર્ગમાં જઈને પણ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર ક

Dharampur:ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Dharampur:ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી સરસ્વતીબેન ગુલાબસિંહ પઢિયાર, તેમના કાર્યકાળની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી નિવૃત્ત થતા, નિવૃત્તિ સન્માન સમારોહમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહી નિવૃત્ત જીવન સ્વસ્થતા તથા સુખથી વ્યતીત કરે તેવી શુભકામનાઓ પાઠવી. ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી સરસ્વતીબેન ગુલાબસિંહ પઢિયાર, તેમના કાર્યકાળની ફરજ નિષ્ઠાપૂર્વક... Posted by Mla Arvind Patel on  Saturday, July 6, 2024

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

  આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

માંડવી : માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકાનો વય નિવૃત્તિ કાર્યક્રમ

 માંડવી : માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકાનો વય નિવૃત્તિ કાર્યક્રમ Post credit: દિવ્ય ભાસ્કર ન્યૂઝ   માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બબિતાબેન ગુમાન ભાઈ ચૌધરી મૂળ વતન વદેશિયાના જ રહેવાસી ગામની શિક્ષણની સેવા આપી તેમનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયતના સભ્યો, એસ એમ સી સભ્યો, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ તાલુકાના  શિક્ષકો, શિક્ષક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વદેશિયા ગામમાં આવેલી લાઈબ્રેરીને પુસ્તકો તેમજ કબાટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા તેમજ શાળાની અદ્યતન સુવિધા માટે ટીવી ભેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્મૃતિ સ્વરૂપે અરવિંદભાઈ ચૌધરી લેખિત ચૌધરી સમાજનું પુસ્તક પણ ભેટ સ્વરૂપે આપ્યું હતું નિવૃત્તિ બાદ જીવન ખુબ તદુંરસ્ત વિતાવે તેવી સૌએ શુભકામનાઓ પાઠવી હતી.

Vansda: વાંસદા કુમાર શાળાના શિક્ષિકાને નિવૃત્તિ વિદાયમાન અપાયું વિદાય

   Vansda: વાંસદા કુમાર શાળાના શિક્ષિકાને નિવૃત્તિ વિદાયમાન અપાયું વિદાય  વાંસદા કુમાર શાળાના શિક્ષિકા લલીતાબેન એન. આહીરનો વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી ટીપીઇઓ હરિસિંહ પરમાર, નિવૃત્ત શિક્ષક ધીરુભાઈ પટેલ, પ્રધ્યુમનસિંહ સોલંકી, પરેશાબેન, શાળાના નિવૃત્ત થયેલ બહેનો, લલિતાબેનના પરિવારજનો, ગ્રામજનો, શાળા સ્ટાફ તથા બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. નિવૃત્ત થઈ રહેલા લલિતાબેન શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા સ્મૃતિભેટ આપવામાં આવી હતી. સૌએ લલિતાબેનને તંદુરસ્ત, પ્રવૃત્તિમય,આનંદદાયી જીવન જીવી સમાજ કલ્યાણના કામ કરતા રહે એવી શુભકામના વ્યક્ત કરી હતી.

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ:

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ વિશેષ: નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ - સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા.૦૧: પાયાના સ્‍તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્‍ટાફની કામગીરીના મોનિટરીંગ માટે સમગ્ર શિક્ષા (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે નવસારી શિક્ષણ વિભાગના તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ પોર્ટલ અંગે તથા તેના અલગ અ

ઉચ્છલમાં શિક્ષકોની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસા.ની ૬૦મી વાર્ષિક સભા

        Post credit : Sandesh news  ધારાસભ્ય દ્વારા મંડળીને ૨૦૦ ખુરશી ભેટ અપાઇ ઉચ્છલમાં શિક્ષકોની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસા.ની ૬૦મી વાર્ષિક સભા વ્યારા : ઉચ્છલ શિક્ષક સહકાર ભવન ખાતે તા. ૨૯-૬-૨૪ના રોજ ધી ઉચ્છલ તાલુકા શિક્ષકોની પ.ક. કો- ઓપ.ક્રેડિટ સોસાયટી લિ.ની ૬૦મી વાર્ષિક સાધારણ સભા ૧૭૨ નિઝર વિધાનસભાના ધારાસભ્ય डो. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં એજન્ડાનાં તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ટીચર સોસાયટી ઉચ્છલની નવી ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે શિક્ષકોની કામગીરીના વખાણ કરતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ વિકાસમાં શિક્ષકોનો મહત્ત્વનો મોટો ફાળો હોય છે. ધારાસભ્ય દ્વારા મંડળીને ૨૦૦ ખુરશી ભેટ આપવામાં આવી હતી. સભાના પ્રમુખ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તાપીના માજી પ્રમુખ જકનભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. મંત્રી કાંતુભાઈ વસાવાએ એજન્ડા મુજબની કામગીરી હાથ ધરી કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સભાનું સંચાલન અરવિંદ ગામીત તથા જિતેન્દ્રભાઇ વસાવે દ્વારા કરવામાં આવ્યું હતું. સાધારણ સભામાં જિલ્લા પંચાયત પ્ર

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ. ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.. ૨૪ નિવૃત્ત થતા શિક્ષકોને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું.. મંડળીના લેખા - જોખા, હેવાલ - હિસાબ મંજૂર કરવામાં આવ્યા..  વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વિધાર્થીઓ અને શિક્ષકોનું સ્મૃતિ પત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.. રીકરીગ યોજનામાં રોકાણ કરનારા સભાસદોને પુરસ્કૃત કર્યો..  મંડળીના નિવૃત્ત થતા ત્રણ કારોબારી સભ્યશ્રીઓ અને બે આંતરિક ઓડિટરશ્રીઓ ને વિશેષઃ સન્માન આપવામાં આવ્યું.. આમંત્રિત મહેમાનોમા શ્રી પીચીભાઇ ઓનર જયહિંદ હોટલ ચીખલી, SBI મેનેજર શ્રી જીગરભાઇ ગણદેવી બ્રાન્ચ અને  મનોજભાઈ લાડ ઓનર બી.ડી.ઈલેક્ટ્રીકલ, ચીખલીની વિશેષ ઉપસ્થિત રહી...અને રાષ્ટ્રગાન કરી સભા પૂર્ણ કરવામાં આવી... મોટી સંખ્યામાં સભાસદ શિક્ષકો ઉપસ્થિત રહી સુરૂચિ ભોજનની લિજ્જત માણી હતી.